20/07/2023 • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી – today Rain forecast

આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી - today Rain forecast

મિત્રો આજે 20 તારીખના રોજ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

સૌપ્રથમ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ત્રણ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આણંદ, વડોદરા, ભરૂચ અને ડાંગમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

મિત્રો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે પોરબંદર અને જુનાગઢમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને બોટાદના અમુક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે હળવા થી મધ્યમ વરસાદની અમુક વિસ્તારોમાં શક્યતા રહેલી છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ખાસ કરીને વરસાદી માહોલ જોવા મળી શકે છે.
કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. જેમાં ખાસ કરીને ગાંધીધામ આજુબાજુના વિસ્તારમાં સારો વરસાદ વરસી શકે છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.