રેડ એલર્ટ: આગામી ૩ કલાક અતિભારે, આજે ક્યા રેડ એલર્ટ જાહેર? – Red Alert Very heavy for the next 3 hours

રેડ એલર્ટ: આગામી ૩ કલાક અતિભારે, આજે ક્યા રેડ એલર્ટ જાહેર? – Red Alert Very heavy for the next 3 hours

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હજુ પણ વરસાદનું જોર યથાવત રહે તેવી શકયતા છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે આજે રેડ એલર્ટ પણ જાહેર કર્યુ છે.

કયા વિસ્તારમાં રેડ એલર્ટ ?

હવામાન વિભાગે આજે વલસાડ, દમણ, ભાવનગર અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર માં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે.

કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ ?

આજે અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, ભરૂચ, બનાસકાંઠા, સાબરકાંઠા અને દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

કયા વિસ્તારમાં યલો એલર્ટ ?

આજે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, વડોદરા, સુરત અને નવસારીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

આજે ક્યા કેટલો વરસાદ?

આજે અરવલ્લી,ખેડા, આણંદ, પંચમહાલમાં વરસાદની શક્યતા છે. તો મહીસાગર, વડોદરા, ભરૂચમાં પણ વરસાદ વરસી શકે છે.સુરત, ડાંગ, તાપીમાં પણ વરસાદની આગાહી છે.નવસારી, વલસાડ, દાહોદમાં પણ વરસાદની શક્યતા છે. છોટા ઉદેપુર, નર્મદા, દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીમાં વરસાદની શક્યતા છે. ભાવનગર, કચ્છમાં પણ વરસાદનું અનુમાન છે. પાટણ, મહેસાણામાં હળવા વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ આજે વરસાદ વરસી શકે છે.

પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં પણ આજે વરસાદ વરસી શકે છે.જામનગર, ગીર સોમનાથ, મોરબી, દીવમાં પણ આજે વરસાદી માહોલ રહેશે.બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તરગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનો અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતો માછીમારોને ચાર દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.