22/07/2023 • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી – today Rain forecast

WhatsApp Group Join Now
આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી - today Rain forecast

આજે 22 તારીખ ના રોજ ગુજરાતમાં ભારથી અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે.

સૌપ્રથમ સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ભરૂચ અને આણંદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. વડોદરા સુરત અને નવસારીમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે દાહોદના અમુક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. મહેસાણામાં અમુક વિસ્તારોમાં સારો વરસાદ પણ જોવા મળી શકે.

કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ ભુક્કા પણ બોલાવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.