રેડ એલર્ટ : 22,23 અને 24 તારીખમાં ભુક્કા, જાણો કયા વિસ્તારમાં કેટલા વરસાદની આગાહી

WhatsApp Group Join Now

22,23 અને 24 તારીખમાં ભુક્કા, જાણો કયા વિસ્તારમાં કેટલા વરસાદની આગાહી – today heavy to very heavy rain forecast

22 તારીખે ક્યાં કેટલા વરસાદની આગાહી

22 તારીખના રોજ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારતથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, આણંદ, અમદાવાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, સુરત, નવસારી અને વડોદરા માં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. ગુજરાતના બાકી રહેલા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે અને છૂટાછવા ઝાપટા પણ વળશી શકે છે.

23 તારીખે ક્યાં કેટલા વરસાદની આગાહી

23 તારીખ ના રોજ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, પાટણ, મોરબી, નવસારી અને વલસાડમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. બાકી રહેલા વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટાની શક્યતા રહેલી છે.

24 તારીખે ક્યાં કેટલા વરસાદની આગાહી

24 તારીખના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. બાકીના સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે અને તે વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.