ચોમાસુ 2024નું પૂર્વાનુમાન
Gujarat monsoon forecast : ભારતીય હવામાન વિભાગ દ્વારા લાંબા ગાળાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું હતું. જે મુજબ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં આગામી ચોમાસું સારું જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી છે. પૂર્વાનુમાન મુજબ, ઉત્તર ગુજરાતમાં ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં 35 થી 75% વધુ વરસાદની શક્યતા જાહેર કરાઈ છે. એટલે કે, 100% થી વધુ વરસાદ પડવાની શક્યતા છે.
ઉત્તર ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસા દરમિયાન સરેરાશ 30 ઇંચ વરસાદની જરૂરિયાત હોય છે. આ વખતે ચોમાસામાં વરસાદની આ જરૂરિયાત પૂરી થશે તે ઉપરાંત વધુ વરસાદની શક્યતા જણાય રહી છે.
આ પણ વાચો : આવતીકાલે 7 જિલ્લામાં તોફાની વરસાદ, વીજ ગર્જના સાથે વરસાદની આગાહી
જેથી ખેતીવાડી ક્ષેત્રે પણ ખેડૂતોને આ વર્ષે ખેતીમાં ફાયદો થશે. સાથે પાણીની કોઈ જાતની સમસ્યા ના રહે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સામાન્ય કરતાં 35% થી 75% વધુ વરસાદની શક્યતા
ભારતીય હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરાયું તે મુજબ, 5 જિલ્લામાં આગામી ચોમાસામાં વરસાદની સ્થિતિ જોઇએ તો, બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય કરતાં 35% થી 75% વધુ વરસાદની શક્યતા જણાય રહી છે.
આ પણ વાચો : 18થી 20 એપ્રિલમાં ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Gujarat monsoon forecast : જેમાં અમીરગઢ અને દાંતા તાલુકામાં સામાન્ય કરતાં 65% થી 75% વધુ વરસાદ પડવાની શક્યતા છે. પાટણ અને અરવલ્લી જિલ્લામાં સામાન્ય કરતાં 35% થી 55% વધુ વરસાદની શક્યતા છે.
તેવી જ રીતે મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં સામાન્ય કરતાં 35% થી 65% વરસાદની શક્યતા છે. જોકે, આ બંને જિલ્લાના બનાસકાંઠાની હદને સ્પર્શતા ખેરાલુ, સતલાસણા અને પોશીના તાલુકામાં વધુ વરસાદની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
100% થી વધુ વરસાદ પડવાની શક્યતા છે.