Weather Forecast: આજથી હવામાનમાં જોરદાર પલટો, આ વિસ્તારો માટે વરસાદ, આંધી-તોફાનનું એલર્ટ અપાયું

WhatsApp Group Join Now

Weather Forecast : ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનમાં આજથી મોટો ફેરફાર થઈ શકે છે. જેના કારણે યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદ, આંધી તોફાનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. જો કે હવામાન ખાતાએ એમ જણાવ્યું છે કે પૂર્વ અને દક્ષિણ ભારતમાં આગામી 5 દિવસ સુધી હીટવેવથી લઈને ગંભીર હીટવેવની સ્થિતિ જોવા મળી શકે છે. જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં 26થી 28 તારીખ વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. ગુજરાતમાં હવામાન કેવું રહેશે તે પણ આગળ જાણો.

Paresh Goswami

છેલ્લા 24 કલાક કેવું હવામાન રહ્યું?

છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો ગંગીય પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશના કાઠા વિસ્તારો, યનમ, ઈન્ટીરિયર  કર્ણાટક, રાયલસીમા, સબ હિમાલયી પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશામાં હિટવેવની સ્થિતિ જોવા મળી હતી. જ્યારે અસમ, મેઘાલય, મધ્ય પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, કોંકણ, ગોવા વગેરે રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. પૂર્વ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, અને વિદર્ભના વિસ્તારોમાં કરા જોવા મળ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર લદાખ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડમાં 26 થી 28 એપ્રિલ વચ્ચે મધ્યમ વરસાદની શક્યતા છે, હિમવર્ષા, અને આંધી તોફાન આવવાની પણ આગાહી છે. આ ઉપરાંત વીજળીના કડાકા ભડાકા પણ થવાની શક્યતા છે.

આ પણ વાચો : બે દિવસ બાદ પરેશ ગોસ્વામીની તાપમાન ફરી બદલાવાની આગાહી

26 થી 28 એપ્રિલ કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

જમ્મુ અને કાશ્મીર, લદાખમાં 27 અને 28 એપ્રિલના રોજ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં 27 એપ્રિલના રોજ ભારે વરસાદ પડવાની શક્યતા છે. મેદાની વિસ્તારોની વાત કરવામાં આવે તો પંજાબમાં 26 થી 28 એપ્રિલ વરસાદની શક્યતા, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં 26 અને 27 એપ્રિલમાં વરસાદની શક્યતા, રાજસ્થાન, પશ્ચિમી યુપીમાં 26 એપ્રિલના રોજ વરસાદ પડવાની આગાહી છે. આ ઉપરાંત આંધીનું પણ એલર્ટ અપાયું છે. જ્યારે વીજળીના કડાકાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. પંજાબ, હરિયાણામાં 26 અને 27 એપ્રિલના રોજ કરા પડવાની આગાહી છે. હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે ઉત્તર પ્રદેશ, દક્ષિણી રાજસ્થાનમાં 27 એપ્રિલ સુધી 35 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતા છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલની આંધી-વંટોળની નવી આગાહી, મે મહિનામાં કેવા ફેરફારો આવશે?

અન્ય ક્યાં રાજ્યોમાં આગાહી?

Weather Forecast : અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો મધ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં 26 અને 27 એપ્રિલ વચ્ચે હળવો વરસાદ અને આંધી તોફાનની શક્યતા રહેલી છે. ઉત્તરી પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 26 અને 27 એપ્રિલમાં વરસાદની શક્યતા, પૂર્વ મધ્ય પ્રદેશમાં 27 એપ્રિલના રોજ કરા પડવાના આગાહી કરવામાં આવી છે. પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અસમ, મેઘાલય, ત્રિપુરામાં 25-29 એપ્રિલ વચ્ચે વરસાદ, આંધી તોફાન તથા ભારે પવન ફૂંકાવવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાચો : ચક્રવાત સર્જાશે! અંબાલાલ પટેલે કરી આકરી આગાહી

ગુજરાતમાં કેવું રહેશે હવામાન!

ગુજરાતમાં હવામાન વિભાગના જણાવ્યાં મુજબ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. પવનની દિશા બદલાતા ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા છે. રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી આસપાસ વધારો થઈ શકે છે.

મોટાભાગના શહેરોમાં (Weather)તાપમાન 42 ડિગ્રી આસપાસ રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જવાના કારણે 2 દિવસ બાદ વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે.

Weather Forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ગુજરાતમાં કેવું રહેશે હવામાન!

મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રી આસપાસ રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જવાના કારણે 2 દિવસ બાદ વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment