અખાત્રીજના પવન પરથી અંબાલાલ પટેલની આગાહી, ચક્રવાત સાથે આંધી તોફાનની આગાહી

અખાત્રીજના પવન : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પવનની દિશા, પશુ પક્ષીઓની ચેષ્ટા, પૌરાણિક પદ્ધતિ, આધુનિક વિજ્ઞાન અને ગ્રહોના આધારે હવામાનની આગાહી કરવામાં આવી રહી છે. અગાઉ અંબાલાલ પટેલે હોળી દરમિયાન હોળીના પવનની દિશાના આધારે ચોમાસુ સારું રહેવાનું જણાવ્યું હતું. હવે તેમણે અખાત્રીજના પવન પરથી ચોમાસાની આગાહી કરી છે. ચોમાસાની શરૂઆત અને તેની સાથે દરિયાની અંદર કેવી હાલચલ જોવા મળી શકે છે. તે અંગેની શક્યતા વ્યક્ત કરી છે.

Paresh Goswami

અંબાલાલ પટેલની આગાહી

અખાત્રીજ નો પવન ચોમાસાના અનુમાન માટે જોવામાં આવે છે. જેના આધારે ગરમી અને વરસાદનો વરતારો કરવામાં આવતો હોય છે. હવામાન નિષ્ણાંતો અખાત્રીજના પવન જોઈને ચોમાસુ કેવું રહેશે. તેનું પૂર્વાનુમાન કાઢતા હોય છે. જોકે વર્ષો પહેલા પણ ચોમાસાનો વરતારો હોળીનો પવન અને અખાત્રીજના પવન પરથી અનુમાન લગાવતા હતા.

આ પણ વાચો : આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી, આ જિલ્લાઓ થઈ જાવ તૈયાર

રોહિણી નક્ષત્રમાં વરસાદ

અખાત્રીજના પવન : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, અખાત્રીજ પર નેઋત્યનો પવન જોવા મળ્યો હતો. જેના આધારે ચોમાસુ વહેલું આવવાના સંકેતો માનવામાં આવે છે. રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે. સાત જૂનથી દરિયામાં પવનો માં ફેરફાર થશે અને તેજ ગતિના પવનો ફુકાય શકે છે.

આ પણ વાચો : આવતી કાલે 10 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા

ચક્રવાત સર્જાવાની શક્યતા

આ વખતે અંદામાન નિકોબાર ટાપુમાં 16 મે થી વરસાદની શરૂઆત થવાની શક્યતા છે. 16 થી 24 તારીખમાં ચોમાસું બેસી જશે. દક્ષિણ પૂર્વ તટ ઉપર ભારે પવન ફૂકશે અને ચક્રવાત થવાની શક્યતા છે. પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેતા આ વખતે ચક્રવાત સર્જાવાની શક્યતા સેવાઈ રહી છે. આ સાથે અરબી સમુદ્રમાં મે મહિનાના અંતથી જૂન મહિનાના પહેલા સપ્તાહમાં ચક્ર થવાની શક્યતા છે. 15 થી 18 મેંમાં આકરી ગરમી પડવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં 44 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રી જેવું તાપમાન પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ ગરમીનો પરકોપ જોવા મળી શકે છે. કચ્છમાં પવન વધુ ફૂકાશે તેવું પણ હનુમાન અંબાલાલ પટેલે કર્યું છે.

આ પણ વાચો : આગામી 24 કલાકમાં વરસાદની શક્યતા, ગુજરાતના આ જિલ્લામાં પડશે વરસાદ

ગાજવીજ સાથે વરસાદની આગાહી

અંબાલાલ પટેલે 11 થી 14 મે ના ગુજરાતમાં ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. 15 થી 20 તારીખમાં ગરમીમાં વધારો થશે. ગુજરાતમાં ક્ષેત્રમાં ચોમાસું બેસી જવાની શક્યતા છે. ચોમાસુ બેસે તે પહેલા ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડશે. આજે એટલે કે, અખાત્રીજના વહેલા સવારે મોટાભાગે નૈઋત્યનો પવન ફૂંકાયો છે. જે સારા સંકેત ગણવામાં આવે છે.

અખાત્રીજના પવન

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પવનની દિશા, પશુ પક્ષીઓની ચેષ્ટા, પૌરાણિક પદ્ધતિ, આધુનિક વિજ્ઞાન અને ગ્રહોના આધારે હવામાનની આગાહી કરવામાં આવી રહી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment