rain will reduce : રાજ્યના અનેક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાકમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ રહી છે. પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા રહેલી છે.
આજે ક્યાં કયાં વિસ્તારોમાં વરસાદની શક્યતા?
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતનાં છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારેથી ભારે વરસાદની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ અને અમરેલી તથા દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
આ પણ વાચો : નવરાત્રિના નવે નવ દિવસની આગાહી, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
અમદાવાદના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે રવિવારે ગુજરાત હવામાન અંગેની આગાહી વ્યકત કરી છે. તેમણે જણાવ્યું છે કે, આજથી વરસાદનું જોર ઘટી શકે છે. આજથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ ઓછો થવાની શક્યતા છે. હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં આવી જ પરિસ્થિતિ જોવા મળશે.
આ પણ વાચો : હજી તરબોળ કરે તેવો વરસાદ બાકી છે! જાણો અંબાલાલ પટેલની નવી આગાહી
આજથી અસર ઘટશે! – rain will reduce
મોસમ વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે, એક ટ્રફ સાઉથ ઈસ્ટ યુપીમાં હતું જેના કારણે વરસાદ પડી રહ્યો હતો. જેને લેસમાર્ક કરી દેવામાં આવ્યું છે. હવે એક નવું સરક્યુલેશન દક્ષિણ ગુજરાતમાં છે જેના કારણે વરસાદ પાડ્યો હતો. આજથી આ સરક્યુલેશનની અસર ઓછી થશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, આજે અમદાવાદ અને ગાંધીનગરમાં કોઈપણ જગ્યાએ ભારે વરસાદની શક્યતા નથી.
અગત્યની લિંક – rain will reduce
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતનાં છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારેથી ભારે વરસાદની શક્યતા છે.