પરેશ ગોસ્વામીએ કરી વરસાદની આગાહી: મહિનાના વિરામ બાદ હવે 6 દિવસ સુધી ગુજરાત ઘમરોળશે મેઘરાજા, જુઓ ક્યારે ક્યાં પડશે વરસાદ – Ambalal Patel predicts rains

WhatsApp Group Join Now

અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી: મહિનાના વિરામ બાદ હવે 6 દિવસ સુધી ગુજરાત ઘમરોળશે મેઘરાજા, જુઓ ક્યારે ક્યાં પડશે વરસાદ – Ambalal Patel predicts rains

અંબાલાલ પટેલની આગાહી: દેશના રાજ્યોના હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. અલ નીનોના કારણે ચોમાસાની રેખા નબળી પડી જવાના કારણે હવામાન પર વિપરીત અસર પડી રહી છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદે વિરામ લીધા બાદ હવે ચોમાસું ફરી સક્રિય થયું છે. આ વચ્ચે વરસાદની રાહ જોતા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આજથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે 6 સપ્ટેમ્બરથી મજબૂત બનશે.

મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતાઃ અંબાલાલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

આ વિસ્તારોમાં પડશે વરસાદ!

તેઓએ જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન પંચમહાલ, ભરૂચ, સાપુતારામાં વરસાદની આગાહી છે. તો વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરમાં પણ વરસાદ વરસશે. તો આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. તેઓએ કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ રહેશે.

4થી 10 સપ્ટેમ્બરે ગુજરાતનું પલટાઈ શકે છે હવામાનઃ અંબાલાલ

આ પહેલા અંબાલાલ પટેલે કહ્યું હતું કે, આગામી સમયમાં દેશમાં સારો વરસાદ થઈ શકે છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 10-15 સપ્ટેમ્બર અરબ સાગરમાં લો પ્રેશર બનશે. સપ્ટેમ્બરમાં ચોમાસા જેવા વરસાદની સંભાવના છે. 4થી 10 સપ્ટેમ્બર ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે.

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં સારા વરસાદની શક્યતા

તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં સારો વરસાદ થઈ શકે છે. દેશના કેટલાક ભાગોમાં 100% વરસાદ થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં હલચલ થતાં ગુજરાતમાં સપ્ટેમ્બરમાં સારો વરસાદ થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 10થી 14 સપ્ટેમ્બરના અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનશે. આ બે સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે. મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ગુજરાતાના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે.

85 ટકા ઓછો નોંધાયો વરસાદ

આપને જણાવી દઈએ કે ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો ગયો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 85 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment