ભારત-પાકની મેચ ધોવાશે? નવરાત્રિમાં વરસાદ રમઝટ બોલાવશે, અંબાલાલની વાતાવરણમાં મોટા હલચલ વાળી આગાહી

WhatsApp Group Join Now
ભારત-પાકની મેચ ધોવાશે?

ambalal weather forecast : રાજ્યમાં હવે ધીમે ધીમે ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. ત્યારે આગામી મહિનામાં નવરાત્રી અને ભારત – પાકિસ્તાનનો હાઇવોલ્ટેજ ક્રિકેટ મેચ પણ અમદાવાદમાં યોજાવાની છે.

ત્યારે નવરાત્રી અને ક્રિકેટ મેચ પર સંકટના વાદળ છવાઇ તેવી શક્યતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાચો: 

આજથી હાથીયો નક્ષત્ર : કયુ વાહન છે? આ નક્ષત્રમાં કોની કોની આગાહી છે?

ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે કે થશે હજુ મેઘમહેર ?

અનુરાધા નક્ષત્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશેઃ અંબાલાલ પટેલ

ચિત્રા નક્ષત્ર તેમજ સ્વાતી નક્ષત્ર અને વિશાખા સૂર્ય નક્ષત્રમાં વાવાઝોડું બનવાની પ્રક્રિયા રહેશે. અનુરાધા નક્ષત્રમાં પણ વાવાઝોડનું બનવાની શક્યતા રહેશે.

બંગાળનાં ઉપસાગરમાં સિસ્ટમ ઓક્ટોમ્બરથી ડિસેમ્બર સુધી સક્રિય રહેવાની શક્યતા રહેશે.

આ વર્ષ જે છે તે સાયકલોનનું વર્ષ છે. 2024 પણ સાયક્લોનનું વર્ષ ગણાય છે.

સપ્ટેમ્બર માસનાં એન્ડ સુધી રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેશેઃ અંબાલાલ પટેલ

આ બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (ambalal weather forecast) જણાવ્યું હતું કે, આ માસનાં એન્ડ સુધીમાં ગુજરાતનાં ઘણા ભાગોમાંથી ચોમાસુ વિદાય લેશે. પશ્ચિમ ભાગમાંથી ચોમાસાની વિદાય લેશે.

અને ગરમી વધવાની શરૂઆત થશે. એટલે હવે ધીમી ધીમી ચોમાસુ વિદાય તરફ જશે. પરંતું આમ છતાં અરબ સાગર તેમજ બંગાળ ઉપસાગરમાં સીસ્ટમ બની જશે.

જેમાં ઓક્ટોમ્બર માસમાં ભારે સીસ્ટમ બનશે. અત્યારે હાલ પણ બંગાળ ઉપસાગરમાં તેમજ અરબ સાગરમાં હલચલ જોવા મળી રહી છે.

નવરાત્રીમાં વરસાદમાં વરસાદ પડી શકે છેઃ અંબાલાલ પટેલ

નવરાત્રીમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, નવરાત્રી પહેલા બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે. પરંતું તા. 17 નાં રોજ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે.

તેમજ બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. ત્યારે નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ ત્યાર બાદ છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment