cyclone remal alert : બંગાળની ખાડીમાંથી ઉદભવેલા વાવાઝોડાને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે કે થોડા જ કલાકોમાં ચક્રવાત ગંભીર વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે. ત્યારે હવે ધીરે ધીરે વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે. પશ્ચિમ બંગાળમાં મોસમ બદલાવા લાગ્યું છે.
આ પણ વાચો : આજે રાત્રે ત્રાટકશે ભયંકર વાવાઝોડું: 2 દિવસ આ વિસ્તારો સાવધાન
ભારે વરસાદ શરૂ
હવામાન વિભાગ અનુસાર ચક્રવાત ‘રેમાલ’ આગામી થોડા કલાકોમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે અને 26 મેની મધ્યરાત્રિની આસપાસ એક ગંભીર વાવાઝોડું તોફાન તરીકે બાંગ્લાદેશ અને તેની નજીકના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની વચ્ચે ત્રાટકશે. ત્યારે હાલ પશ્ચિમ બંગાળના પૂર્વી મેદિનીપુર જિલ્લાના મંદારમણિ અને દીઘામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
આ પણ વાચો : આવતી કાલે ત્રાટકશે વાવાઝોડું! 100 થી 110ની ઝડપ સાથે તોફાની વરસાદ
ક્યારે ત્રાટકશે વાવાઝોડું ?
cyclone remal alert : મહત્વનું છે કે બંગાળની ખાડીમાં ચોમાસાની સિઝનમાં ઉદ્ભવેલુ આ પહેલું વાવાઝોડું છે, જેને રેમલ નામ અપાયું છે. જ્યારે પવન પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાશે ત્યારે તેની ઝડપ 102 કિમી સુધી પહોંચી શકે છે. વાવાઝોડાને લઇને હવામાન વિભાગે 26 અને 27 મેના રોજ ઉત્તરી ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુર સહિત પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
બંગાળની ખાડીમાં ચોમાસાની સિઝનમાં ઉદ્ભવેલુ આ પહેલું વાવાઝોડું છે, જેને રેમલ નામ અપાયું છે. જ્યારે પવન પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાશે ત્યારે તેની ઝડપ 102 કિમી સુધી પહોંચી શકે છે.