gujarat forecast : હવામાન શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, માર્ચ મહિના દરમિયાન પવન ફૂંકાવાનું શરૂ રહેશે. ફાગણ ચૈત્ર અને વૈશાખ પવનની ગતિના જોવા મળશે. આંધી-વંટોળ પવનના સૂસવાટા સાથે સાથે કમોસમી વરસાદ, કરા પડવા વગેરે સ્થિતિ સર્જાઈ શકે છે.
બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળી શકે છે. એપ્રિલમાં ચક્રવાત ઉદભવવાની શક્યતાઓ પણ હવામાન નિષ્ણાતે વ્યકત કરી છે. મે મહિનાની 10 તારીખ થી અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થઈ જશે. અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવે છે કે, 20 માર્ચે સૂર્ય ઉતરાર્ધમાં આવતા ગરમી નો અંપરો ગઢડશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા અને પવન ફૂંકાશે તેવી શક્યતા સાથે આગાહી કરી છે.
આ પણ વાચો : ગુજરાતનું હવામાન પલટાશે? ત્રણ દિવસ બાદ તૈયાર રહેજો, હવામાન વિભાગની આગાહી
કાલથી વાતાવરણ પલટાશે?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં તા. 8 થી 11 માર્ચ દરમ્યાન વાતાવરણમાં પલ્ટો જોવા મળશે. તેમજ પવન અને વાદળછાયું વાતાવરણ સર્જાવાની શક્યતા છે.
તેમણે એમ પણ વાત કરી કે કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે. તો વળી આ સાથે 18 થી 20 તારીખ દરમિયાન પણ અંબાલાલે માવઠાની આગાહી કરતા ખેડૂતો ને ચેતવ્યા છે.
આ પણ વાચો : સાવધાન: ગુજરાત પરથી માવઠાનો ખતરો ગયો નથી! પરેશ ગોસ્વામી એ કરી તારીખો સાથે નવી આગાહી
પરેશ ગોસ્વામીની આગાહી
gujarat forecast : પરેશ ગોસ્વામીએ કહ્યું કે, માર્ચમાં બે વખત કમોસમી વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં 10 તારીખ થી 12 તારીખ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ થઈ શકે છે. આ સાથે કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે.
આ પણ વાચો : આજનું હવામાન કેવું રહેશે? રાજ્યમાં માવઠાની આગાહી, જાણો માવઠું, ઠંડી અને ગરમીની આગાહી
બીજું માવઠું કઈ તારીખે થશે?
આ પછી બીજું માવઠું 25 તારીખ અને 26 તારીખ દરમિયાન થવાની તથા હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. જોકે, આ લાંબાગાળાની આગાહી છે, તેમાં ફેરફારો થવાની પૂરેપૂરી શક્યતાઓ પણ છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |