Paresh Goswami forecast : રાજ્યમાં માર્ચ મહિનામાં જ ભારે ગરમી પડી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત ઘણા ભાગોમાં માત્ર દિવસે જ નહીં પરંતુ રાત્રે પણ વાતાવરણમાં ગરમાહટ પ્રસરી છે. હવે આગામી દિવસોમાં અને ખાસ કરીને એપ્રિલ મહિનામાં કેવી ગરમી પડશે? તે અંગેની સંભાવનાઓ પરેશ ગોસ્વામી એ વ્યક્ત કરી છે. એપ્રિલના પહેલા પખવાડિયામાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાય તેવી ભારે ગરમી પડવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી ની આગાહી
ખેડૂતોને તથા સામાન્ય પ્રજાને ઉપયોગી થાય તેવી હવામાન અંગેની માહિતી પરેશ ગોસ્વામી આપતા રહે છે. હવે તેમણે એપ્રિલ મહિનામાં ગુજરાતમાં હવામાનનો કેવો મિજાજ રહેશે તે અંગેની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, 8 એપ્રિલ થી 15 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં કર્ફ્યુ જેવા માહોલ હોય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હીટવેવનાં આ રાઉન્ડ દરમિયાન તમામે કાળજી લેવી પડશે. તેમ નિષ્ણાંત જણાવી રહ્યા છે.
આ પણ વાચો : ગુજરાતમાં ફરી ડિસ્ટર્બન્સવાળી આગાહી: જાણો એપ્રિલ મહિનાની આગાહી
પરેશ ગોસ્વામી વધુમાં કહે છે કે, પાછલું ચોમાસુ અને શિયાળો ની સ્થિતિમાં પસાર થયા હતા. આ પછી માર્ચ મહિનામાં તાપમાન ઊંચું રહ્યું હતુ. જેમાં હીટવેવના રાઉન્ડ પણ જોવા મળ્યા છે. એપ્રિલ અને મે મહિનામાં તાપમાન સામાન્ય કરતાં વધુ ઊંચું રહેવાની શક્યતાઓ છે.
આ પણ વાચો : ચોમાસાનું પ્રથમ પૂર્વાનુમાન : કેવું રહેશે ચોમાસું, ક્યાં પડશે વધારે વરસાદ?
આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી પડશે!
Paresh Goswami forecast : આ વખતે તાપમાન એક નવો રેકોર્ડ બનાવશે તેવી શક્યતાઓ પરેશ ગોસ્વામી એ વ્યક્ત કરે છે. આ સાથે હિટવેવ ના પણ વધુ રાઉન્ડ આવવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. 8 એપ્રિલ થી 15 એપ્રિલના સમયગાળા દરમિયાન તાપમાનમાં મોટો ફેરફાર થાય તેવી શક્યતાઓ છે. પાછલા કેટલાક વર્ષોમાં તાપમાન જોવાના મળ્યું હોય તેવી સ્થિતિ 8 થી 15 તારીખ દરમિયાન જોવા મળે તેવી શક્યતા પરેશ ગોસ્વામી એ વ્યક્ત કરી છે. આ દરમિયાન ગુજરાતના ઘણા સેન્ટરો પર તાપમાન નો પારો 44 ડિગ્રી થી 45 ડિગ્રી પર પહોંચે તેવી પણ શક્યતાઓ છે. જ્યારે કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર થઈ શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આ વખતે તાપમાન એક નવો રેકોર્ડ બનાવશે તેવી શક્યતાઓ પરેશ ગોસ્વામી એ વ્યક્ત કરે છે. આ સાથે હિટવેવ ના પણ વધુ રાઉન્ડ આવવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.