અશોકભાઈ પટેલની આગાહી : જાણો વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કયા આગાહી કરી

WhatsApp Group Join Now

અશોકભાઈ પટેલની આગાહી : રાજકોટ-સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એકાદ સપ્તાહ તાપમાનમાં ઘટાડો નોંધાયા બાદ હવે ફરી તાપમાન વધવા લાગશે અને ખાસ કરીને શુક્રવારથી રવિવાર દરમ્યાન ગરમીના રાઉન્ડની હાલત સર્જાવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

આજે તેઓએ વાતચીતમાં કહ્યું હતું કે ગત આગાહી વખતે તાપમાનમાં ઘટાડો થવાનું સુચવ્યું હતું અને તે મુજબ તાપમાન નીચે આવ્યું હતું. એટલું જ નહીં એકાદ દિવસ ઠંડીનો પણ અહેસાસ થયો હતો.

આ પણ વાચો

ઘાટાં વાદળો ડરામાણો માહોલ ઉભો કરશે પણ ડરવાની જરુર નથી, નવેમ્બર જેવું નહીં થાય

  • રાજકોટમાં ન્યુનત્તમ તાપમાન ૧૧.૮ ડીગ્રી હતું. આજે ૧૩.૨ ડીગ્રી હતું તે નોર્મલ કરતાં એક ડીગ્રી નીચુ હતું.
  • અમદાવાદમાં ૧૬.૫ ડીગ્રી ૫ ડીગ્રી (નોર્મલ કરતા ૩ ડીગ્રી વધુ), ડીસામાં ૧૨.૬ ડીગ્રી (૧ ડીગ્રી વધુ) વડોદરામાં ૧૬.૪ ડીગ્રી (૨ ડીગ્રી વધુ) અને ભુજમાં ૧૪.૯ ડીગ્રી (૩ ડીગ્રી) વધુ હતું.
  • આ જ રીતે મહત્તમ તાપમાનમાં પણ નોર્મલ કરતા બે ડીગ્રીની વધઘટ હતી.
  • અમદાવાદનું મહત્તમ તાપમાન ૨૯.૬ ડીગ્રી હતું તે નોર્મલ કરતા એક ડીગ્રી નીચુ હતું.
  • વડોદરામાં ૩૦ ડીગ્રી હતું તે હું તે નોર્મલથી ૨ ડીગ્રી નીચુ હતું.
  • બીજી તરફ રાજકોટનું મહત્તમ તાપમાન ૩૨.૩ ડીગ્રી હતું તે નોર્મલ કરતા ૨ ડીગ્રી વધુ હતું. ડીસાનું ૩૦.૧ ડીગ્રી (૧ ડીગ્રી વધુ) હતું. ભુજનું ૩૦.૨ દરમ્યાન ડીગ્રી તાપમાન નોર્મલ હતું.
અશોકભાઈ પટેલની આગાહી

અશોકભાઈ પટેલની આગાહી

તેઓએ તા.૧૨ થી ૧૯ ફેબ્રુઆરીની આગાહી કરતાં જણાવ્યું છે કે અત્યાર સુધી ન્યુનત્તમ નોર્મલ તાપમાન ૧૨ થી ૧૪ ડીગ્રી L ત હતું તે હવે ૧ ૧૩થી [૧૫ ૧૫ : ડીગ્રી થશે.

આગાહીના સમયમાં ન્યુનતમ તાપમાનમાં ૩ છે ચીપ ડીગ્રીનો વધારો થવાની સંભાવના છે.

ખાસ કરીને તા.૧૬ થી ૧૮માં વધુ ઉંચુ જશે. ન્યુનતમ તાપમાન ૧૫ થી ૨૦ ડીગ્રીની રેન્જમાં રહેવાની શક્યતા છે.

આ જ રીતે મહત્તમ તાપમાનની નોર્મલ રેન્જ ૩૦ થી ૩૨ છે. આગાહીના સમયમાં મહત્તમ તાપમાનમાં ૪ થી ૬ ડીગ્રીનો વધારો થવાની શક્યતા છે.

તા.૧૬ થી ૧૮માં તાપમાન વધુ વધશે. ૩૪ થી ૩૮ ડીગ્રીની રેન્જમાં રહેવા સાથે ગરમીના રાઉન્ડ જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. ક્યાંક તાપમાન ૩૮ ડીગ્રીને પણ વટાવી જશે.

આગાહીના સમયગાળામાં પવન ઉત્તર પશ્ચિમ, ઉત્તર તથા ઉત્તર પૂર્વના રહેશે. ઝડપ ૧૦ થી ૧૫ કિ.મી.ની રહેશે.

ક્યારેક ઝાટકોના પવન ૨૦ થી ૨૫ કિ.મી. થશે. ૧૯મીએ પશ્ચિમી પવન ફુંકાશે તેને કારણે સવારે :ભેજ વધશે અને કચ્છ તથા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ધુમ્મસ છવાશે.

તા.૧૨-૧૩ અને ૧૮ના રોજ આકાશમાં છુટાછવાયા વાદળો પણ દેખાશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment