21/07/2023 • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી – today Rain forecast

WhatsApp Group Join Now
આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી - today Rain forecast

આજે 21 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.

સૌપ્રથમ દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતના વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સુરત, નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. તાપી, ભરૂચ આણંદ અને વડોદરામાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. બોટાદ, સુરેન્દ્રનગર, જુનાગઢ અને ગીર સોમનાથમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. બાકીના સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે અને છૂટાછવાય વરસાદની પણ શક્યતા રહેલી છે.

મધ્ય ગુજરાત અને કચ્છમાં અમુક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે. બાકી વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને છૂટાછવાયા ઝાપટાની પણ શક્યતા આ વિસ્તારોમાં જોવા મળી શકે છે.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં અમુક જગ્યાએ સારો વરસાદ વરસી શકે છે. અમુક જગ્યા ઉપર હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.