27/07/2023 • આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી – today Rain forecast

WhatsApp Group Join Now
  • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી – today Rain forecast

આજે 27 તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ જોવા મળી શકે છે.

સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. સુરત, ડાંગ, ભરૂચ, તાપી, નર્મદા અને વડોદરામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં દરિયા કિનારાના પંથકમાં ઘણા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજકોટ, જામનગર, ભાવનગર અને દેવભૂમિ દ્વારકા ના અમુક વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે. બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળોએ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે.

કચ્છની અંદર અમુક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. તે વિસ્તારમાં છુટાછવાયા ઝાપટા પણ પડી શકે છે. બાકી કચ્છમાં વરાપ જેવો માહોલ જોવા મળશે.

  1. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. તો અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા ની પણ શક્યતા છે.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.