કપાસ બજાર : કપાસની બજારમાં ખેડૂતો માટે વી તેલ ફેબ્રુઆરી મહિનો ભાવ સુધારવા બાબતે સારો ગયો છે. રાજ્યના અમુક એ યાર્ડો માં આવકો કટવા સામે ફરી સારા કપાશે રૂપિયા 1700 ની સપાટીએ પહોંચ્યા હતા. પણ ફરી કપાસની બજાર રૂપિયા 1650 એ સ્થિર જોવા મળ્યા હતા. છેલ્લા એક મહિનામાં રૂની ખાંડીમાં રૂપિયા 5000 નો સુધારો થયો હતો અને પ્રતિ મણ કપાસમાં રૂપિયા ૧૫૦ થી ૨૦૦ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે.
ભાવ કેમ નથી વધતા?
કપાસના ઘણા અભ્યાસુ ખેડૂતોએ ન્યૂયોર્ક કોટન વાયદાની વધઘટ જણાવવાની જિજ્ઞાસા બતાવી હતી. ન્યૂયોર્ક વાયદો રાતોરાત એટલે કે 48 કલાકમાં 94 થી વધારીને 103 સેન્ટ પહોંચ્યો હતો. પરંતુ સટોડીયાઓ એ કપાસની તેજીમાં તેજી દેખાવા નહોતી દીધી. જોકે ફરીવાર ન્યુયોર્ક વાયદો સુધરી 99 સેટ ની સપાટીએ પહોંચ્યો છે.
આ પણ વાંચો : કપાસના ભાવ 2000ની સપાટીએ પૉગશે? ભાવમાં 120 થી 150 રૂપિયાનો ઉછાળો
શું કહે છે કપાસની બજારો?
કપાસ બજાર : કપાસની પ્રારંભથી જ સતત વેચાણ જળવાયેલ રહ્યું છે. બહુ ઓછા ખેડૂતો પાસે હવે કપાસ બચ્યો છે. દેશમાં કુલ કપાસ ઉત્પાદન નો બે ભાગ ઉપરનો કપાસ બજારમાં વેચાઈ ચૂક્યો છે. ત્યારે એક ભાગથી ઓછા બચેલા કપાસમાં કોટન યુનિટીએ સપ્ટેમ્બર એન્ડ સુધી ચલાવવાનું છે.
આ પણ વાંચો : ખેડૂતોનું સફેદ સોનું ખરું થયું, ગુજરાતના તમામ યાર્ડમાં કપાસના ભાવ 1600 રૂપિયાને પાર
હાલ વૈશ્વિક કોટન બજારમાં ભાવ અને આપણા કપાસના ભાવ સરખી સપાટીએ પહોંચ્યા છે. દેશમાં કોટન નો સ્ટોક સતત વેચવાલીના કારણે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં હાલ એક લાખથી 1.10 લાખ ગાંસડી રૂની કપાસની આવક નોંધાઈ રહી છે. સીઝન પ્રારંભથી જ અત્યાર સુધી 232 રોની કપાસ બજારમાં આવ્યો છે. જે ગત વર્ષે આ સમયે 170 ના ગાંઠડી રૂનો કપાસ બજારમાં નોંધાયો હતો.
આ પણ વાંચો : ઘઉમાં ભુકકા બોલાવતી તેજી, રૂ.108નો ઉછાળો, જાણો આજતના તમામ બજારોના ભાવ
કપાસના ભાવ ઘટવાના સંજોગો આવી શકે
કપાસમાં ઝડપથી બજારો વધતી જોવા મળી રહી છે. તેથી ઘટવાના સંજોગો પણ બની શકે છે. જો કે હજુ બજારમાં કપાસના ભાવ વધવાના સંજોગો છે. જોકે અચાનકથી નવું કારણ આવી જાય તો બજાર પાછી ઘટી શકે છે. હવે અહીંથી ઊંચા ભવન નો લોપ ખેડૂતો માટે જોખમી બની શકે છે. એટલા માટે ખેડૂતોએ પોતાના સંજોગોને ધ્યાનમાં લઈને કપાસ વેચવો જોઈએ કે ન વેચવો જોઈએ તેના પર યોગ્ય નિર્ણય લેવો જોઈએ.
કપાસના બજાર ભાવ
રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં ગુરુવારે 1600 મણ કપાસની આવક સામે 1450 થી 1620 રૂપિયા ભાવ નોંધાયો, જામનગરમાં નવુંસમણ કપાસની આવક સામે 1100 થી 1650 રૂપિયા ભાવ રહ્યો અમરેલી માર્કેટીંગ યાર્ડમાં 7360 મણ કપાસની આવક સામે રૂ.1,050 થી 1624 ભાવ નોંધાયા હતા. હોળી ધુળેટી નજીક આવતા આદિવાસી ભાગિયા વતનમાં જવાનાં હોઇ, સચવાયેલ કપાસમાં વેચવાલી થોડી વધી રહી.
રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં ગુરુવારે 1600 મણ કપાસની આવક સામે 1450 થી 1620 રૂપિયા ભાવ નોંધાયો, જામનગરમાં નવુંસમણ કપાસની આવક સામે 1100 થી 1650 રૂપિયા ભાવ રહ્યો અમરેલી માર્કેટીંગ યાર્ડમાં 7360 મણ કપાસની આવક સામે રૂ.1,050 થી 1624 ભાવ નોંધાયા હતા.