ચોક્કસ હજુ એક માવઠું ગુજરાત પર ત્રાટકશે! પરેશ ગોસ્વામીએ કેમ આવી વાત કહી?

WhatsApp Group Join Now

Paresh Goswami prediction : રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠું જોવા મળ્યું છે. જેના કારણે તાપમાનમાં ફેરફાર થયો છે અને સુસ્વાટા મારતા ઠંડા પવન અને લીધે ભરી ઠંડીનો રાઉન્ડ જોવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાયકલોનિક્સ સિસ્ટમને કારણે ગુજરાતમાં માવઠું પડ્યું હતું. હવે આવનારા દિવસોમાં એટલે કે, માર્ચ મહિના દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન પરેશ ગોસ્વામી એ આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, માર્ચ મહિના દરમિયાન વધુ એક માવઠું થવાની શક્યતાઓ છે. આ માવઠું ચોક્કસ થવાનું છે. સાથે જ તાપમાન પણ ઊંચું જવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. તો ચાલો જાણીએ હવે ગુજરાતમાં માવઠું ક્યારે થશે?

varsad aagahi

પરેશ ગોસ્વામીની આગાહી

પરેશ ગોસ્વામી એ તેમનાં યુટ્યુબ વીડિયોમાં માવઠા અંગે વાત કરતાજણાવે છે કે, ગયા વર્ષે ઉનાળામાં ઘણા માવઠા પડ્યા અને ખાસ ગરમી પડે નહોતી જોકે આ વર્ષે પણ ઉનાળા દરમિયાન માવઠાની શક્યતા રહેલી છે. બે વર્ષની સરખામણી તાપમાન ઊંચું જોવા મળશે ઉનાળાની સીઝન સામાન્ય નજીક જોવા મળશે.

આ પણ વાચો : અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી: ગુજરાતમાં આગામી દિવસો શું થશે તે જણાવ્યું

માર્ચ મહિના દરમિયાન એક માવઠું આવશે?

Paresh Goswami prediction : હજુ પણ માર્ચ મહિના દરમિયાન એકાદ માવઠું આવતું થાય તેવી શક્યતાઓ પરેશ ગોસ્વામી એ વ્યક્ત કરી છે. હજુ પણ ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે. હવે જે વેસ્ટન ડીસ્ટેબલ પસાર થશે તે દક્ષિણ તરફ પણ ગતિ કરે તેવી શક્યતા છે. કેમકે હવે ઉત્તર પૂર્વના બદલાય અને ઉત્તર પશ્ચિમના પવનો થતા જોવા મળી રહ્યા છે. જો આ પવનની દિશા હોય અને જ્યારે પણ વેસ્ટન ડીસ્ટબન્સ પસાર થાય, ત્યારે દક્ષિણ તરફ ગતિ કરવાની શક્યતાઓ વધી જતી હોય છે. તેથી જો આવનારા દિવસોમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થશે. તો ગુજરાતમાં માવઠાની શક્યતા રહેશે. તે ખતરાના ભાગરૂપે રાજ્યમાં કદાચ માવઠું થઈ શકે છે.

આ પણ વાચો : હજી 24 કલાક આ વિસ્તારોમાં વરસશે વરસાદ, જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે શું આગાહી કરી

ક્યારે માવઠું આવશે અને ક્યાં વિસ્તારોમાં અસર કરશે?

ક્યારે માવઠું આવશે અને ક્યાં વિસ્તારોને અસર કરશે તે આવનારા દિવસોમાં જ અનુમાન લગાવી શકાશે. પરંતુ તે ચોક્કસ છે કે, આવનારા દિવસોમાં એક માવઠો થાય તેવી શક્યતાઓ રહેલી છે. હવે ધીમે ધીમે તાપમાન ઉપર જશે અને પવનની ગતિ ઓછી થશે.

પરેશ ગોસ્વામી એ જણાવ્યું છે કે, આપણે ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતમાં માવઠું જોયું. હવે હવામાનમાં એકાએક બદલાવ આવશે હવે. રોજ તાપમાન અને ડિગ્રીમાં ફેરફાર આવશે. શિયાળવા પૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે ધીમે ધીમે ઉનાળો શરૂ થઈ રહ્યો છે. હાલ શિયાળાની વિદાયની પ્રોસેસ ચાલુ છે. પરંતુ વેસ્ટન ડીસ્ટેબલ્સ ના લીધે તાપમાન નીચું જોવા મળ્યું હતું. માવઠાને કારણે બે દિવસ તાપમાન નીચું જોવા મળ્યું હતું.

આ પણ વાચો : પરેશ ગોસ્વામી : ગુજરાતના હવામાન અંગે આગાહી, હવે આગામી દિવસોમાં વરસાદ થશે?

હવે ધીમે ધીમે રોજ એકાદ ડિગ્રી તાપમાન ઊંચું જોવા મળશે અને આવતીકાલ સુધીમાં તાપમાન 30 ડિગ્રીને પાર થાય તેવી સંભાવના છે. પછી ધીમે ધીમે દસ માર્ક્સ આવતા તાપમાન 35 ડિગ્રીને વટાવી જાય તેવી શક્યતા જોવા મળી રહે છે.

પવનની ગતિ કેવી રહેશે?

પવનની ગતિ વિશે વાત કરતા પરેશ ગોસ્વામી (Paresh Goswami prediction)એ જણાવ્યું છે કે, પવનની ગતિ સામાન્ય કરતા બે પોઇન્ટ વધારે ચાલી રહી છે. અત્યારે 14 થી 18 કિમી પ્રતિ કલાક ને ઝડપે પવનની ગતિ ચાલી રહી છે. હજુ આવતીકાલ સુધી પવનની ગતિ જોવા મળી શકે છે. તે પછી પવનની ગતિમાં પણ ઘટાડો જોવા મળશે. પવનની ગતિ સામાન્ય થશે માર્ચ મહિનામાં પવનની ગતિ 10 થી 14 કિમી પ્રતિ કલાકની જોવા મળતી હોય છે. પરંતુ અત્યારે 14 થી 18 કિમી પ્રતિ કલાકની ચાલી રહી છે. જોકે બે દિવસમાં પવનની ગતિમાં ઘટાડો આવશે.

Paresh Goswami prediction

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
માર્ચ મહિના દરમિયાન એક માવઠું આવશે?

હજુ પણ માર્ચ મહિના દરમિયાન એકાદ માવઠું આવતું થાય તેવી શક્યતાઓ પરેશ ગોસ્વામી એ વ્યક્ત કરી છે. હજુ પણ ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે. હવે જે વેસ્ટન ડીસ્ટેબલ પસાર થશે તે દક્ષિણ તરફ પણ ગતિ કરે તેવી શક્યતા છે. કેમકે હવે ઉત્તર પૂર્વના બદલાય અને ઉત્તર પશ્ચિમના પવનો થતા જોવા મળી રહ્યા છે. જો આ પવનની દિશા હોય અને જ્યારે પણ વેસ્ટન ડીસ્ટબન્સ પસાર થાય, ત્યારે દક્ષિણ તરફ ગતિ કરવાની શક્યતાઓ વધી જતી હોય છે. તેથી જો આવનારા દિવસોમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થશે. તો ગુજરાતમાં માવઠાની શક્યતા રહેશે. તે ખતરાના ભાગરૂપે રાજ્યમાં કદાચ માવઠું થઈ શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment