ગુજરાતમાં આજે આ પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ફૂંકાશે સુસવાટા સાથે પવન – Today Rain forecast

WhatsApp Group Join Now

Rain forecast in Gujarat today : ગુજરાતમાં આજે આ પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ફૂંકાશે સુસવાટા સાથે પવન 

ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી!

રાજ્યમાં આજે ફરીથી વરસાદની ગતિવિધીઓ તેજ થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાનતા કેટલાક વિસ્તારોમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીઝ થશે. આ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તો કયા કયા વિસ્તારોમાં પવન ફૂંકાવવાની સાથે વરસાદી માહોલ થશે તે અંગેની આગાહી જોઇએ.

દક્ષિણ પાકિસ્તાન અને કચ્છ નજીક સિસ્ટમ સક્રીય થઇ છે. જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી છે.

આ પણ વાંચો : ઓક્ટોબરમાં આવી શકે છે ભયંકર વાવાઝોડું! અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ ગુજરાતમાં કઈ તારીખ સુધી પડશે વરસાદ

આજે ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

હવામાન વિભાગે આજે એટલે શનિવારે પણ ભારે વરસાદની આગાહી કરી છે. જેમા જણાવાયુ છે કે, આજે વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની શક્યતા છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા છે.

ભારે પવન ફુકશે!

આ સાથે એમ પણ આગાહી કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્રમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટીઝ થઇ શકે છે. આ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે સાથે જ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા પણ છે.

આ પણ વાંચો : એક રાઉન્ડ બાદ આ તારીખથી રાજ્યમાં ચોમાસું લેશે વિદાય, પરેશ ગોસ્વામીની આગાહી

ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદ વરસ્યો?

વલસાડમાં ફરી વરસાદી માહોલ છવાયો હતો. સવારથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો છે. વાપી, વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લમાાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દાદરાનગર હવેલી અને ડાંગમાં પણ મેઘરાજાએ સવારી કરી હતી. મેઘરાજાએ સવારી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

Rain forecast in Gujarat today

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે સાપુતારા અને વઘઈમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી ખેડૂતો આનંદમાં આવી ગયા છે.

 

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment